ખાલી પેટ પાણી પીવુ છે ખૂબ જરૂરી... જાણો તેના ફાયદા
Share on google_plusone_sha hare on pri More Sharing Servic પાણીના વગર જીવન શક્ય નથી. સારા આરોગ્ય માટે રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો સવારે ખાલી પેટ પાણી પીવામાં આવે તો તેનુ મહત્વ વધી જાય છે. પથારીમાંથી ઉઠતા જ ઓછામાં ઓછા 4 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તેનાથી પાચન ક્રિયા ઠીક રહે છે. સાથે જ તમે અનેક બીમારીઓથી બચી શકો છો. ધીરે ધીરે બનાવો આદત રોજ ખાલી પેટ પાણી પીવાની પ્રક્રિયાને વોટર થેરેપી ટ્રીટમેંટ કહે છે. રોજ સવારે ખાલી પેટ પાણી પીવાની પ્રક્રિયા વોટર થેરેપી ટ્રીટમેંટ કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલા અને પાણી પીવાના એક કલાક પછી કશુ જ ન ખાશો પીશો. ઠોસ આહાર તો ભૂલથી પણ ન લેશો. શરૂઆતમાં એક લીટર પાણી પીવુ થોડુ મુશ્કેલ હોય છે. પણ ધીરે ધીરે તમને તેની આદત થઈ જશે. પહેલા 2 ગ્લાસ પાણી પીવો ત્યારબાદ 2 મિનિટ પછી 2 ગ્લાસ પાણી પીવો. આ પ્રક્રિયાની શરૂઆત કરશો તો શક્ય છે કે તમને એક કલાકમાં 2 થી 3 વાર પેશાબ માટે જવુ પડે પણ થોડા સમય પછી શરીર આટલા પાણીથી ટેવાય જશે અને તમારી આ સમસ્યા પણ દૂર થઈ જશે. ...